અમરેલી : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આજે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પહોંચ્યા

admin
1 Min Read

તાઉ-તે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વધુ ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સ્થળાંતર કરવા માટે લોકો હજુ ક્યાંક સહકાર ન આપતા હોવાને કારણે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જાફરાબાદ સામા કાંઠે પહોંચી સ્થળાંતર કરવાની અપીલ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરાઇ છે. ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો આજે દિવસ દરમિયાન પ્રવાસ ગ્રામીણ વિસ્તારમાં રહેશે. લાઈટ હાઉસ વિસ્તારમાં સ્થિતિ વધુ ટાઈટ હોવાને કારણે હાલ પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. જેથી પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પ્રવેશ કરી ન શકે તેને લઈ છાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી બાજુ રાજયમા પ્રવર્તી રહેલ તાઉ-તે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતર ની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે 5 વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે.

Share This Article