ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો..જેના કારણે સ્થાનિક લોકોએ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વરસાદ ઓછો પડતા ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું હતુંઅને તળાવોનું નિર્માણ કર્યું…જે આ વર્ષે પડેલા સારા વરસાદને કારણે ત્રણ ત્રણ વાર છલોછલ તળાવ ભરાયું જેથી આ ગામના લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

જેમણે તળાવ અને ચેકડેમ બંધાવનારાદાતાઓનું સન્માન કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તળાવ બનાવવા માટે લોકોએ જેટલો ફાળો આપ્યો હતો તેટલો જ ફાળો ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પણ મળ્યો હતો. જેથી સન્માન સમારોહમાં સવજીભાઈ ધોળકિયાનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું. સવજીભાઈ ઉપરાંત અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું.
