અમરેલી : દામનગર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓનું આરોગ્ય વિભાગ સાથે સંકલન

admin
1 Min Read

દામનગર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓનું આરોગ્ય વિભાગ સાથે સંકલન જોવા મળ્યું હતું.  મળતી વિગત અનુસાર નવજ્યોત વિધાલય ખાતે ખોડલધામ સમિતિ દ્વારા રક્ષાત્મક રસીકરણ અભિયાન કેમ્પ સંપન્ન કરાયું.  દામનગર શહેરમાં નવજ્યોત વિધાલય સંકુલ ખાતે ખોડલધામ સમિતિ આયોજિત કોવિડ ૧૯ વાયરસ સામે રક્ષા કવચ આપતી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દામનગર શહેરી અંગે અનેકો ગ્રામ્ય વિસ્તારોમાંથી ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો એ ઉત્સાહ ભેર રસીકરણમાં ભાગ લીધો હતો.

 

 

ત્યારે સરકારી અભિયાનને વેગવંતુ બનાવવા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓનું આરોગ્ય વિભાગ સાથે સંકલન જોવા મળ્યું હતું.  ખોડલધામ સમિતિ આયોજિત રક્ષાત્મક રસીકરણ મુહિમમાં સ્થાનિક અગ્રણીઓનું આહવાન કોઈ ડર કે ભય વગર રસીકરણ કરોનો સંદેશ પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે  વિવિધ સંગઠનોના સંયુક્ત ઉપક્રમેદામનગર નવજ્યોત વિધાલય ખાતે ખોડલધામ સહિતની સંસ્થાઓ દ્વારા રસીકરણ મુહિમ માટે અપીલ કારગત નીવડી ખૂબ મોટા પ્રમાણમાં રસીકરણ કરતા લોકો જોવા મળે છે. તેવામાં ઝરખિયા પી.એ.સીના તબીબી સ્ટાફ રસીકરણ માટે સતત ખડેપગે સેવા આપી રહ્યા છે

Share This Article