રાજ્યભરમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાનો કહેર વધતા તંત્ર હરકતમાં આવ્યુ છે. તો કોરોના સંક્રમિત દર્દીઓના મોતના આંકડા પણ સતત વધી રહ્યા છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો વધવા લાગ્યા છે.જે ચિંતાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લાના વડિયાના બાટવા દેવળી ગામે એક જ સપ્તાહમાં 6 લોકોના કોરોનાથી મોત થતા ફફડાટ ફેલાયો છે. જ્યારે હાલમાં 15થી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે,

જ્યારે તેમના પરિજનોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 1800 લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી કેટલાક ગ્રામજનો જાત્રા કરવા માટે ગયા હતા. જોકે, જાત્રા કરી પરત ફર્યા બાદ કોરોના સંક્રમણ ફેલાયુ હોવાની ચર્ચાએજ જોર પકડ્યુ છે. તો બીજીબાજુ માજી સરપંચનું કહેવુ છે કે જો હાલ તંત્રની ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે તો ઘણા પોઝિટિવ કેસ હોઈ શકે છે.
