અમરેલી જિલ્લામા અાજે કાેરાેના વેકસીનેશનનાનો ત્રીજો તબક્કો શરૂ કરી દેવાયો હતો. ત્રીજા તબક્કામા 60 વર્ષથી ઉપરના સિનીયર સીટીઝન અને ગંભીર પ્રકારના રોગો ધરાવતા 45 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાનું શરૂ કરાયુ હતુ. ત્યારેઆજે જિલ્લામા 1393 લોકોને વેકસીન આપવામાં આવી હતી. તો બીજી બાજુ બગસરા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બગસરા આરોગ્ય કેન્દ્રમાં 45 થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી હોય તેને આ રસી પ્રથમ આપવામાં આવશે જેમાં 60 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓને આ રસી આપવામાં આવશે જેનો કોઈ ચાર્જ લેવાશે નહિ. ત્યારે આ માટે ડાયરેક્ટ ઓનલાઈન કોવિડ એપટમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રસી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આપવામાં આવશે..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
