તાઉ-તે વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં અસરગ્રસ્તોને સહાય ચૂકવણીમાં અન્યાય થયો હોવાની રજૂઆત સાથે છેલ્લા એક મહિનાથી ધારીના અરજદારો રજૂઆત કરી રહ્યા છે. અસરગ્રસ્તો રિસર્વે કરી સહાયની ચૂકવણી કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારીમાં આમ આદમી પાર્ટી દ્વારા ધરણા યોજાયા હતા.
જેમાં ધારી તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યા ધરણા યોજી વાવાઝોડાથી થયેલા નુક્શાનીમાં રિસર્વે કરવાની માંગ કરી હતી. આપ પાર્ટીના 200 ઉપરાંતના કાર્યકર્તાઓ દ્વારા કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
