અમરેલી – ખાંભામાં શિક્ષણ મેળાનું આયોજન કરાયું

admin
1 Min Read

આજરોજ મહિલા સામખ્ય અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ગ્રામ પંચાયત હોલ ખાતે શિક્ષણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150 કરતાં વધુ બહેનો હાજર રહી હતી. જેમા ખાંભા તાલુકાના અલગ અલગ ગામડાઓમાથી ૧૫૦ કરતાં વધુ બહેનો હાજર રહી હતી. ગીર બોર્ડર નજીક આવેલા ખાંભા તાલુકામાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછૂ હોય તેથી ખાંભા તાલુકામાં મહિલા જાગૃતિ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ શિક્ષણ મેળામાં મહેમાન તરીકે મહિલા સામખ્ય ઈન્ચાર્જ ડી. પી. સી. ઈલાબેંન ગૌસ્વામી, ટી. આર. પી. પ્રિયદશૅનીબેન પરમાર, આઈ. સી. ડી. એસ. વિભાગ સી. ડી. પી. ઓ. લતાબેન ભટ્ટ, ખેતી વિભાગમાંથી  હાર્દિકભાઈ મોઢવાડિયા, એસ. વી. ઈ. પી. પ્રોજેક્ટમાંથી હસમુખભાઇ શિયાળ, ખાંભા ગ્રામ પંચાયત સરપંચ અમરીષભાઈ હાજર રહી કાર્યક્રમને અનુરૂપ વ્યક્તવ્ય પુરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમને સાર્થક બનાવવા ખાંભા તાલુકાના એસ. આર. પી. સોનલબેન દાફડા, બાબરાના એસ. આર. પી. હર્ષાબેન રામાનુજ, રાજુલાથી નયનાબેન, જાફરાબાદથી ઉર્મિલાબેન અને સાવરકુંડલા તાલુકાના સી. આર. પી. રેણુકાબેન, હેતલબેન, દ્વારા આયોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

Share This Article