અમરેલી : ડોળીયા ગામે કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ

admin
1 Min Read

રાજુલા તાલુકાના ડોળીયા ગામે કોવિડ રસીકરણના ત્રીજા તબક્કાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરાયો છે. મળતી વિગત અનુસાર ગુજરાત સહિત દેશભરમાં કોરોના વૈશ્વિક મહામારીને નાથવા જડીબુટ્ટી સમાન કોરોના રસીકરણના પ્રથમ અને દ્વિતીય તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ રાજુલા તાલુકાના ડોળીયા ગામે સી.એચ.ઓ ડૉ.હિમા બી.હડિયા, ડૉ.પ્રતાપ પોપટ, ઉપસરપંચ ધીરુભાઈ નકુમ, શશીકાંતભાઈ શિયાળ, પ્રાથમિક શાળાના ભાણભાઇ મેગળ, સંજયભાઈ અને બીપીનભાઈ સહિતના સ્ટાફ દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉમરના લોકો અને ૪૫થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના સામે રક્ષણ આપવા કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી ત્રીજા તબક્કાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

 

ડોળીયા ગામના લોકોએ સ્વેચ્છાએ આગળ આવી રસીનો પ્રથમ ડોઝ લઈ જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ અને વધુમાં વધુ લોકો દ્વારા રસીકરણ કરાવી કોરોના મહામારીને નાથવામાં સહભાગી બને તેવી નમ્ર અપીલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા દ્વારા કરવામાં આવી હતી

Share This Article