સૌરાષ્ટ્રમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. અમરેલી જિલ્લામાં ધારીમાં સવા બે અને ગીર વિસ્તારમાં સવા ઈચ ઈંચ પાણી પડયુ હતુ. ઉનામાં બે ઈચ વરસાદ પડયો હતો. સાવરકુંડલામાં દોઢ ઈચ અને જૂનાગઢમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા અને જાફરાબાદમાં એક ઈંચ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધારીમાં સાંજે સવા બે ઈચ ગીર વિસ્તારમાં સવા ઈચ વરસાદ પડયો હતો. દલખાણીયા, ખીચા, ચાંચઈ, ભાણીયા, દેવળામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદમાં એક ઈંચ,ધારી, ચલાલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. લાપળીયા, મોટાગોરખવાળામાં ધીમીધારે વરસ્યો હતો. સાવરકુંડલામાં ચાર દિવસના વિરામ બાદ ભારે ઉકળાટ બાદ પવન સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -