ગીરનું જંગલ છોડીને માનવવસતિમાં સિંહોના આવી ચઢવાની ઘટના અવારનવાર ઘટતી હોય છે. ગીર અને બૃહદ ગીરની નજીક આવેલા ગામમાં સિંહોના આવનજાવન રહેતી હોય છે. અમરેલીમાં પણ અનેક વખત સિંહો માનવ વસાહતમાં ઘુસી આવ્યાના બનાવો સામે આવી ચુક્યા છે. તેમજ ગાય તેમજ અન્ય પશુઓના મારણ પણ કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ધારીના માણાવાવ ગામ નજીક સિંહો જોવા મળ્યા હતા. 5 સિંહોના ટોળાએ એક બળદનું મારણ કર્યુ હતું. મળતી માહિતી મુજબ, ધારીના માણાવાવ ગામ પાસે પાંચ સિંહોએ એક બળદનું મારણ કર્યુ હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. ખોરાકની શોધમાં ઘણી વખત સિંહો માનવ વસાહતમાં આવી પહોંચતા હોય છે અને ગાય તેમજ અન્ય પશુઓનું મારણ કરતા હોય છે. ત્યારે માણાવાવ ગામના ભાગોળ સુધી આવીને પાંચ સિંહોએ એક બળદનું મારણ કર્યુ હતું. સિંહોએ ગામ નજીક જ ધામા નાખી મારણનો લુપ્ત ઉઠાવ્યો હતો. જેના દ્રશ્યો સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ બનાવના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -