અમરેલી : પેટ્રોલ પંપના માલિકને ધમકી આપી ૧૦ લાખની માગણી કરી ફરાર થયેલા આરોપીને દબોચી લીધો

admin
2 Min Read

થોડા દિવસ પહેલા અમરેલીના છત્રપાલસિંહ વાળાએ પેટ્રોલ પંપના માલિક ને ફાયરિંગ કરવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની માગણી કરતી મોબાઇલ ક્લીપ વાયરલ થઈ હતી જેના આધારે પેટ્રોલ પંપના માલિકે ફરિયાદ લખાવતા પોલીસે ફરાર થયેલા આરોપીને ગોંડલ નજીક દબોચી લીધો જોઈએ આ રિપોર્ટમાં…પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ શખ્સ છે છત્રપાલસિંહ વાળા.. જેને થોડા દિવસ પહેલા અમરેલીના લાઠી રોડ પર આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસે રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગી ધમકીભર્યો ફોન કરનાર ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવતા અમરેલી એલસીબી.એસ.ઓ.જી અને સિટી પોલીસની વિવિધ ટીમ બનાવી આ આરોપીને ગોંડલ નજીક મોવિયા ગામ થી પકડી પાડ્યો હતો

આ ધમકીભરી મોબાઇલ ક્લીપ અમરેલી એસ.પી. નિર્લેપ રાયના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો…પકડાયેલા આરોપી છત્રપાલ વાળા ઉંમર વર્ષ 35 ધંધો ટ્રાંસપોર્ટ નો રહેવાસી અમરેલીનો છે..છત્રાલ વાળા ના ગુનાઈત ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા દસ વર્ષમાં તેમણે અમરેલી જિલ્લાના અમરેલી રાજુલા marine પીપાવાવ તેમજ અમરેલી સીટી માં જુદી જુદી કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયા છે હાલ આરોપીની સઘન પૂછપરછ કરે તેમને ફરાર થવામાં કોણે મદદ કરી છે તેમની પાસે કેટલા હથિયારો છે આ ગુનો કરવા પાછળ તેમનો શું ઈરાદો હતો વિગેરે તપાસ અને પૂછપરછ અમરેલી પોલીસ ચલાવી રહી છે

Share This Article