ગુજરાતી સુપરસ્ટાર ફિલ્મી અભિનેતા હિતેન કુમાર દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવાની અપીલ કરવામાં આવી છે. ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે વસવાટ કરી રહેલ કોન્ટ્રાક્ટર રાજુભાઇને પક્ષી પ્રત્યેનો પ્રેમ સભર હોય જેથી ” હર ભોલે ચકલી નામથી ચકલી અભિયાન “ચલાવતા રાજુભાઈ સરધારા દ્વારા સમસ્ત ગુજરાતમાં ચકલી મળવાનું વિતરણ કરીને સૌવને ચકલીઓ બચાવવા અપીલ કરવામાં આવી છે.
ત્યારે હાલ આ અભિયાનને ગુજરાત સુપરસ્ટાર ફિલ્મ કલાકાર હિતેન કુમારે પણ રાજુભાઈ સરધારા કાર્યને બીરદાવેલ અને જણાવ્યું હતું કે શારીરિક રીતે તકલીફમાં છે પણ માનસિક રીતે આપણે કરતા પણ વધુ સક્ષમ વ્યક્તિત્વ ધરાવે છે. હિતેન કુમારના કહેવા પ્રમાણે આપણું ઘર આપણે બનાવતા હોય છે પરંતુ લોકો જ્યારે બીજાને માટે કંઈ કરતા હોય તેનો આનંદ જ અનેરો હોય છે અને હું પણ આ ચકલીઓ બચાવો અભિયાનમાં જોડાઉં છું.