અમરેલી : ખાંભા ગીરમાં યુવાન પર સિંહનો હુમલો

admin
1 Min Read

 

અમરેલી પંથકમાં સિંહ જોવા મળવાની ઘટનાઓ રોજીંદી બની ગઈ છે. ખાંભાના દિવાનના સરકડિયાવાળા રોડ નજીક પોતાની માલિકીની વાડીમાં રાણીગભાઇ જીવાભાઇ નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સિંહણે પાછળથી હુમલો કરી દીધો હતો. આથી પોતાનો જીવ બચાવવા યુવાને સિંહણ સાથે બાથ ભીડી હાકલાપડકારા કરતા નાસી છૂટી હતી. બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવી યુવાનને સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં બેઠકના ભાગે યુવાનને પાંચ ટાંકા આવ્યા છે. વધુ સારવાર માટે અમરેલી ખસેડાયો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લીલીયાના ટીબડી નજીક 10 સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું હતું. ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા એક મુસાફરના કેમેરામાં સિંહ, સિંહણ અને બાળસિંહો સહિત 10થી વધુનો સિંહ પરિવાર કેદ થયો હતો. એક સાથે સિંહ પરિવારનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.

Share This Article