અમરેલી : રાણીગપરા ગામે સિંહોની લટાર

admin
1 Min Read

રાણીગપરા ગામ નજીક 8 સિંહોનું ટોળું ચડી આવ્યું હતું. વરસતા વરસાદમાં આ 8 સિંહોએ વરસાદની મજા માણી હતી. જેનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં મુસાફરોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સિંહોનો આ અદભુત નજારો નિહાળ્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગઈકાલ સાંજનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ન્યુયોર્કમાં એક મહિલા સિંહ સામે ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા સિંહની સામે ઉભી છે અને હાથોને હલાવીને ડાંસ કરી સિંહને ચિડાવી રહી છે. જો કે આ દરમિયાન સિંહ શાંત દેખાય છે. આ ઘટના શનિવારની છે. પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે તે આ ઘટનાને ગંભીરતાથી લેશે. સેફ્ટી બેરિયર તોડનાર વિરૂદ્ધ તેમની ઝીરો ટોલરેન્સ પોલિસી છે.

Share This Article