અમરેલીમાં 60વીઘામાં અલોવેરાની ખેતી કરનાર ખેડૂતે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજુલાના ખાભલીયામાં કાલુભાઇએ ધાતરવાડી ફાર્મર એગ્રો, પ્રોડ્યુસર કંપની સાથે ખરીદીનો લેખિત કરાર કર્યો હતો. જે માટે ખેડૂતે એક લાખ ઉપરાંત રોપાઓ ખરીદીને વાવેતર કર્યું હતુ. જેમાં 25 લાખનું રોકાણ બાદ હાલ સંપૂર્ણ પાક તૈયાર થઇ ગયો હતો. પરંતુ ધાતરવડી ફાર્મરે હવે ખરીદી કરવા હાથ અધ્ધર કરી દેતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યુ છે. ઘરેણા ગીરવે મૂકીને તેમજ પૈસા ઉછીના લાવીને ખેડૂતે મહામેહનતે પાક તૈયાર કર્યો હતો. પરંતુ હવે કંપનીના અધિકારીઓ કોઇ જવાબ આપતા નથી. આ બાબતે ખેડૂતે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ધાતરવડી ફાર્મર પ્રોડ્યુસર કંપનીએ ખેડુતોને ઓછુ રોકાણ કરી ૯થી૧૦ માસમાં લાખો રૂપિયા કમાવવાની લોભામણી જાહેરાત કરી હતી. 9 મહિનામાં અલોવેરાની કાપણી કરીને કંપની લઈ જશે તેવુ કંપનીના માલિકોએ કહ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -