અમરેલી : રાજુલા રેલવે સામે ધારાસભ્ય અંબરીશ ડેરનો ઉપવાસ છાવણીનો મામલો

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં રેલવેની જમીન નગરપાલિકાને આપવાની માંગણીને લઈ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન ચાલાવવામાં આવ્યો છે. ત્યારે કોઈ નિર્ણય નહિ આવતા આજે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર રાજુલા તાલુકાના બર્બટાણા રેલવે સ્ટેશન પર બેસી ગયા છે. સાથે નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો પણ જોડાયા છે. ઉપવાસ આંદોલનમાં કોરોના ગાઈડ લાઈન સાથે માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપવાસ શરૂ કર્યો છે.

જ્યાં સુધી કોઈ નિર્ણય નહિ આવે ત્યાં સુધી ઉપવાસ શરૂ રહેશે. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતુ કે પાંચ દિવસ રાજુલા શહેરમાં ઉપવાસ કર્યો છે. અને અહીં ઉપવાસ કરીશ જ્યાં સુધી પ્રશ્નનોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી અહીં બેસીશુ. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન રેલવે વિભાગને જાણ કરીને કરીશું.

Share This Article