અમરેલી : દામનગરથી ત્રણ જિલ્લાના ગ્રામ્યને જોડતા માર્ગનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

admin
1 Min Read

અમરેલી જીલ્લાના દામનગરથી ઠાંસા મૂળિયાપાટ સુવાગઢથી ભાવનગર જિલ્લાના અને બોટાદ ગ્રામ્ય માં જતા જિલ્લા પંચાયત અમરેલીના માર્ગનું એક કરોડ આડત્રીસ લાખ ના ખર્ચે પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા રસ્તા નો ઠાંસા ગામે થી ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરએ પ્રારંભ કરાવ્યો છે.

ઠાંસા ગામ ખાતે અગ્રણીઓ, લાઠી તાલુકા કોગ્રેસ અગ્રણી આંબાભાઈ કાકડીયા, રામજીભાઈ ઈસામલિયા, ઠાંસા ગ્રામ પંચાયતના સરપંચ સદસ્ય સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓન ઉપસ્થિતિમાં પાંચ મીટરની પહોળાઈ ધરાવતા અમરેલી જિલ્લા પંચાયત હસ્તકમાં અમરેલી થી ભાવનગર બોટાદના ગ્રામ્યને જોડતા મહત્વના માર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો ને જોડતા માર્ગ ના નવીનીકરણથી અમરેલી જિલ્લા ઠાંસા, સુવાગઢ, મૂળિયાપા,ટ બોટાદ જિલ્લાના વિકળિયા લાખાવડ હડમતીયા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સરકડીયા સહિતના રાહદારીઓમા ખુશી જોવા મળી હતી.

Share This Article