અમરેલી : બગસરામાં ભારે વાહનોની અવર-જવરથી લોકો પરેશાન

admin
1 Min Read

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકરાળ બની રહી છે. જેના કારણે છાશવારે અકસ્માત સર્જાતા હોય છે. તેમાંય કેટલાક રહેણાંક વિસ્તારમાં રસ્તાઓ નાના હોવા છતાં ત્યાં ભારે વાહનોની અવર જવરના કારણે લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવી જ સ્થિતિ અમરેલી જિલ્લાના બગસરાના નંદીપરા વિસ્તારની છે. જ્યાં ભારે વાહનોની અવર જવર વધુ હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, બગસરાના નંદીપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોની અવર જવર વધુ જોવા મળી રહી છે

 

 

. બાયપાસ હોવા છતાં રહેણાંક વિસ્તારમાં ભારે વાહનોની અવર જવર વધતા અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે આ  સમસ્યાનું ઝડપથી સમાધાન આવે તેવી માંગ સાથે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ રસ્તો રોકીને ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Share This Article