અમરેલી : બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ

admin
1 Min Read

અમરેલીના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ભારે બફારાથી લોકોને રાહત મળી હતી. ઢળતી સંધ્યાએ વરસાદનું આગમન થતા લોકોએ વરસાદનો આનંદ લીધો હતો. આ સિવાય કરીયાણા, જીવાપર, કીડી અને શિરવાણીયા ગામમા પણ વરસાદથી લોકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જીલ્લામાં વરસાદે ત્રીજી ઇનિંગ્સ શરૂ કરી છે. આજે મોડાસાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાવણી લાયક વરસાદ થવાથી કેટલીક જગ્યાએ ખેડૂતોએ કપાસ સહિતના પાકોનું વાવેતર શરૂ કર્યુ છે. યાત્રાધામ શામળાજીમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શામળાજીનાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી. સાબરકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ઇડર પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિજયનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ થયો.

Share This Article