અમરેલી : રાજુલાની બેંક ઓફ બરોડામાં કીડિયારું ઉભરાયું, ઉભા રહેવાની તો ઠીક બેસવાની પણ જગ્યા નથી

admin
2 Min Read

દેશભરમાં કોરોના વેક્સિન આવ્યા બાદ પ્રજાજનો કોરોના બાબતે લાપરવાહ બની ગયા હોય તેવા દ્રશ્ય પ્રકાશમાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલાની બેંક ઓફ બરોડામાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. છતાં બેંકના સત્તાધીશો મુકપ્રેક્ષક બની તમાશો જોતાં રહ્યા હતા. શહેરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે બેદરકારીના કિસ્સા પણ એટલા જ જોવા મળે છે ત્યારે રાજુલાની બેંક ઓફ બરોડામાં કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લાંબી કતાર તો ઠીક છે લોકો જગ્યા ન મળતા જમીન પર બેસી ગયા છે. રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલી બેન્ક ઓફ બરોડા એટલે કે જૂની દેનાબેકમાં અધિકારીઓની મનમાની સ્પસ્ટ જોવા મળી રહી છે.

સરકારની કોરોના ગાઈડલાઈન્સ ફક્ત કાગળ પર દેખાઈ રહી છે. અહિયાં બેન્કના સ્ટાફની વિરુદ્ધ પણ અવાર નવાર ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પણ આ અધિકારીઓ જાણે આક આડા કાન કર્યા હોય તેમ કઈ ફેર પડતો નથી. આ બેન્ક ઓફ બરોડાની શાખામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી.સરકારી કામકાજ અર્થે લોકો મોટી સંખ્યામાં બેંકમાં આવા હતા પરંતુ બેંકના ઉપસ્થિત કર્મચારીઓની બેદરકારીના લીધે સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. બેન્ક ઓફ બરોડા કોઈ જ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હોતું. તેમજ બેંકમાં ફરજ પર હાજર કર્મચારી અધિકારીઓએ પણ કોઈ જ પ્રયત્નો નહિ કરતાં લોકો મોટી સંખ્યામાં એકબીજાની નજીક ઉભેલા જોવા મળ્યાં હતા. બેંક તંત્રની આવી બેદરકારીને લીધે કોરોના વધુ ફેલાવવાની ભીતિ પણ સેવાઇ રહી છે. ત્યારે શું સામાન્ય જનતાને દંડ આપનાર તંત્ર જાગૃત થઈને આવા અધિકારીઓ વિરુદ્ધ પગલા લેશે ખરું?

Share This Article