ગાયને બચાવવા સિંહ સાથે ભીડી ગયો, ઉભી પૂંછડીએ સિંહને ભગાડતો ભડવીર

admin
1 Min Read

સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ 14 વર્ષની ચારણ કન્યાએ સિંહને ભગાડ્યો હોવાની વાતો પુસ્તકોમાં સાંભળી છે પણ વાસ્તવિકતામાં સિંહનો અવાજ આવે તો પરસેવો છૂટી જાય પણ ચારણ કન્યાનું માથું ભાંગે તેવી ઘટના અમરેલી જિલ્લાના ખાંભામાં સામે આવી છે. જ્યાં  એક શખ્સ ગાયોના  ઝૂંડને બચાવવા માટે સિંહ સાથે બાથ ભીડી દે છે. મળતી માહિતી મુજબ, અમરેલીના ખાંભામાં સ્થિત એક ગૌશાળાની 15 ફૂટ ઊંચી દિવાળ કૂદીને સિંહે ગાયો અને વાછરડા પર હુમલો કરી દીધો હતો. સિંહને જોતા જ ગાય અને વાછરડામાં ભયનો માહોલ છવાઈ ગયો અને તેઓ જીવ બચાવવા ભાગવા લાગ્યા. જોકે સિંહે એક વાછરડાને પોતાની પકડમાં લઈ લીધું હતું, જોકે ગૌશાળાના સંચાલક દેવશીભાઈ વાઢેરે પોતાના સાહસનો પરિચય આપતા સિંહ સાથે બાથ ભીડતા તેને દંડો ફટકાર્યો અને સિંહના કોળીયાનો શિકાર બનતા વાછરડાને બચાવી લીધું હતું. આ સમગ્ર બનાવનો વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને દેવશીભાઈ વાઢેરની હિંમતની પણ ચર્ચા શરુ થઈ ગઈ છે.

Share This Article