અમરેલી : કોંગ્રેસના ધારાસભ્યો અને રેલ્વે વિભાગની મંત્રણા પડી ભાંગી

admin
1 Min Read

અમરેલી જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન નગરપાલિકાને આપવાની માગ સાથે ધારાસભ્ય અંબરીશ ડેર અને તેના સમર્થકો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે રેલવેના અધિકારીઓ અંબરીશ ડેર સાથે વાતચીત કરવા માટે ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા પરંતુ, વાતચીત અનિર્ણાયક રહી હતી. અંબરીશ ડેર અને તેના સમર્થકો દ્વારા પહેલાથી જ અપાયેલા અલ્ટીમેટમ મુજબ આજે બર્બટાણા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી આંદોલન કરે તે પહેલા જ અંબરીશ ડેરની ટીંગાટોળી અટકાયત કરી લેવાઈ હતી.

અમરીશ ડેરના સમર્થકોએ પીપાવાવ પોર્ટ તેમજ સાવરકુંડલાના ઘાડલા ગામે ગુડઝ ટ્રેન રોકવામાં આવી હતી તો અમરીશ ડેરની અટકાયત બાદ સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. અંબરીશ ડેરને લઈને પોલીસ રવાના થયા બાદ ગુડ્ઝ ટ્રેઈન રોકવામાં આવી હતી. ત્યારેસાવરકુંડલાના ઘાડલા,રામ પરા બાદ રાજુલાના નેશનલ હાઇવે પર આવેલ ફાટક નજીક સતત ત્રીજી વખત ટ્રેન રોકવામાં આવી હતી જેમાં રેલવે પોલીસે પોહચીને ટ્રેન રવાના કરાવી હતી

Share This Article