અમરેલી જિલ્લામાં હાલ ખેડૂતોને અપૂરતો વિજ પુરવઠો મળતો હોવાથી આ અંગે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલને પત્ર પાઠવીને રજુઆત કરી છે. ત્યારે હાલ લાઠી બાબરા તાલુકાના ખેડૂતોને બે દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ખેતીવાડીમાં પૂરતી વીજળી મળતી નથી. ત્યારે હાલ ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં સમયસર વીજ પુરવઠો મળી રહે તે અંગે રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ દરમિયાન કુદરતની સારી દેનથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પણ સારું પડ્યું છે ત્યારે ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો ન મળતો હોવાથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે હાલ શિયાળુ પાકમાં પીયત કરવું ખુબ જ જરૂરી હોય છે. પિયત કરવાની જરૂર ઊભી થઈ ત્યારે પૂરતા પ્રમાણમાં વીજપુરવઠો આવતો નથી બધુ માં જણાવ્યા પ્રમાણે ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ નોંધવામાં આવે તો ફોન ઉપર ફોન કરવામાં આવે તો ત્યાં ફોન ઉપાડતા નથી. તેમજ અધિકારીઓને પૂછતાં તેઓ જણાવે છે કે સ્ટાફની ઘટ છે અને સાથો સાથ ટ્રાન્સફોર્મર્સ નથી તેવા બહાના કાઢીને તેઓ છટકબારી શોધી લેતા હોય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -