અમરેલી : ધાતરવડી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું

admin
1 Min Read

મરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ ધાતરવડી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનો એક દરવાજો સિંચાઈ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યો હતો. જેના કારણે રાજુલામાં આવેલ ખાખબાઈ, ઉંચેયા,વડ,રામપરા, ભચાદર,ભેરાઈ, સહિત આસપાસના ગામોના ખેડૂતોએ ઉનાળુ પાકનુ વાવેતર કર્યુ છે જે પાકને સિંચાઈ માટે પાણી મળી રહેશે. મળતી માહિતી મુજબ, રાજુલાના છ જેટલા ગામના ખેડૂતોને પોતાના ઉનાળુ પાકને પાણીની જરૂરિયાત હોવાના કારણે ખેડૂતો સરપંચો દ્વારા સિંચાઈ વિભાગ સાંસદ સહિત જવાબદાર રાજકીય નેતાઓને રજુઆત કરાઈ હતી.

 

 

 

 

જેને લઈને રાજુલા ધાતરવડી ડેમ 2નો 1 દરવાજો એક દિવસ સુધી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના કારણે નદી ડેમ કાંઠે આવેલી જમીનોને ખૂબ ફાયદો થશે. રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા ભાજપ ના પ્રમુખ સહિત ના હોદેદારો હાજર રહ્યા હતા અને સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડયુ હતુ. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોએ ઉનાળુ પાક વાવેતર કરેલુ હોવાને કારણે સીધો ફાયદો થવાના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે

Share This Article