બનાસકાંઠામાં અકસ્માતની ઘટના સામે આવી

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો દૌર વણથંભ્યો જોવા મળી રહી છે. આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં થરાદના દુધવા નજીક ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતના પગલે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે થરાદ દુધવા નજીક રાત્રિના સમયે ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વધુમાં ઘટનાના પગલે થરાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વાત કરીએ આખા ગુજરાતમાં થતા અકસ્માતોની તો, ગુજરાતમાં રાજ્યમાં થયેલા માર્ગ અકસ્માતોના આંકડા ભયાનક છે. છેલ્લા છ વર્ષના આંકડા પ્રમાણે અકસ્માતમાં રોજના સરેરાશ 22 લોકોના મોત થાય છે. માર્ગ અકસ્માતો વધવાનું મુખ્ય કારણ ટ્રાફિક નિયમનની બેદરકારી છે. ગુજરાતમાં વાહનો સામે ટ્રાફિક પોલીસની સંખ્યા ખૂબ ઓછી છે. પાંચ વર્ષના સર્વેમાં સૌથી વધુ પ્રાણઘાતક અકસ્માતો હાઇવે પર થાય છે. દારૂ પીને વાહન ચલાવવું, મોબાઇલ પર વાત કરતાં કરતાં વાહન ચલાવવું, વાહનની સ્પીડ વધારે રાખવી તેમજ ખોટી રીતે ઓવરટેક કરવામાં લોકો પોતાનું જીવન ગુમાવે છે. ગુજરાતના ચાર શહેરો- અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ અકસ્માતો નોંધાય છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 2.35 કરોડ વાહનો છે જેની સામે માર્ગો સાંકડા બન્યા છે.

Share This Article