રાજુલા નજીક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

admin
1 Min Read

અમરેલીમાં આવેલા રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ડુંગર રોડ પર અકસ્માત થયું હોવાનું સામે આવ્યું હતું. મહત્વનુ છે કે, રાજુલાના ડુંગર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ ટ્રેકટરમાં નિરણ ભરેલૂ હતું અને ટ્રક રાજુલા તરફ આવી રહી હતી. ત્યારે ટ્રકનું આગળનું ટાયર ફાટતા આ ઘટના બનવા પામી હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માતમાં ટ્રકને થોડુંક નુકસાન સિવાય બીજા કોઈને કોઈ પણ જાતની ઈજા ન થતા તંત્રએ પણ હાશકારો લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવા આવ્યું છે. ત્યારે લોકડાઉનમાં અમુક છૂટછાટ પણ આપવામાં આવી છે.

તેવામાં ભારદાર વાહનોને હાઇવે પર છૂટ છે. તેવામાં હાલ અમરેલીમાં અકસ્માતના બનાવો પણ અનેકવાર સામે આવી રહ્યા છે. તેવામાં એકવાર ફરી રાજુલા નજીક અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

 

Share This Article