પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે સર્વદળીય બેઠક

admin
1 Min Read

કોરોનાકાળમાં કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. 30 જાન્યુઆરીના રોજ એક સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. સંસદના બજેટ સત્ર પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના નાણા મંત્રી દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. દેશમાં કોરોનાકાળ દરમિયાન સંસદમાં બજેટ સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે. જો કે તે અગાઉ કોરોના વાયરસને લઇને આ સર્વદળીય બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. જો કે તે સિવાય NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક અલયાન્સની પણ 30 જાન્યુઆરીના રોજ બેઠક મળશે.

NDAની બેઠક પણ 30 જાન્યુઆરીના રોજ બજટે સત્ર પહેલા આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી સહિત બીજી પાર્ટીઓના નેતાઓ સામેલ થશે. મહત્વનું છે કે બે ભાગમાં ચાલનાર બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરીથી શરુ થશે અને 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ 11 વાગે રજૂ કરવામાં આવશે.

Share This Article