ગુજરાતના નાના-મોટા દુકાનધારકો-વ્યવસાયકારો માટે મહત્વનો નિર્ણય

admin
2 Min Read

રાજ્ય સરકાર દ્વારા નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રવિવાર એટલે કે 26 એપ્રિલથી તમામ જિલ્લાઓમાં મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નોકરી, ધંધા અને વ્યવસાયકારોને છૂટ આપવામાં આવતા રાજ્ય સરકારે આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો છે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી  વિજય રુપાણીના નિવાસ સ્થાને થયેલ ચર્ચા વિચારણા બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.

આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે, IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 5૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

શરતી મંજૂરી

જે વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હશે ત્યાં દુકાનો ખોલવા મંજૂરી

દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે

દુકાન ખોલવા માટે ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ માન્ય રહેશે

માસ્ક પહેરવું અને સોશિયિલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું ફરજિયાત રહેશે

સ્થાનિક સત્તા મંડળે જાહેર કરેલ કન્ટેનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે

હોટસ્પોટ, કલ્સ્ટર અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં દુકાનો તેમજ રેડ ઝોન  વિસ્તારમાં નહીં ખોલી શકાય દુકાનો

અમદાવાદના કોટ વિસ્તારમાં મંજૂરી નહીં

કયા ધંધા સાથે સંકળાયેલ દુકાનને અપાઈ મંજૂરી

ઈલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, કરિયાણા, ચશ્મા, ગારમેન્ટ્સ, એસી રીપેરીંગ અને મોબાઈલ રીચાર્જ અને રીપેરીગંની દુકાનો ખોલી શકાશે

શું નહીં ખોલી શકાય

મોલ અને માર્કેટીંગ કોમ્પલેક્સ નહીં ખોલવ નાસ્તા-ફરસાણ, પગરખા, પાનના ગલ્લા કે દુકાન, સ્પા-હેર સલૂન અને ઠંડા પીણાની દુકાનો નહીં ખોલી શકાય

Share This Article