ગણેશની પ્રતિમા સ્થાપના માટે મહત્વપૂર્ણ સંદેશ, મેયર એ આપ્યો સુરત વાસીઓને મહત્વપૂર્ણ

admin
1 Min Read

ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપ્ના માટે સુરતના મેયર ડો. જગદીશ પટેલનો સુરતીઓ માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો,અને તાપી નદીના પાણી બચાવવા કેટલાક ગણેશ મંડળોએ કરેલા અદ્ભુત આયોજનોનો પણ ઉલ્લેખ કરાયો છે.સુરતવાસી ઓના પ્રિય તહેવારો માના એક ગણેશોત્સવ નિમીતે સુરતના મેયર ડો. જગદીશ પટેલે ગણેશ મડળોને મહત્વનો સંદેશો આપતા કહ્યું કે સુરત ની જીવા દોરી સન્માન સૂર્યપુત્રી તાપી નદીને પ્રદુષણથી મુક્ત કરવા માટી મુર્તીની સ્થાપના કરવી અને  ઈકોફ્રેડલી શ્રીજીમૂર્તિની સ્થાપના કરવાથી અપણે મદદરૂપ થઈ શકે છે. ઉલ્લેખનીય દરેક તહેવારો ને ધામધૂમ થી ઉજવતા સુરતીલાલાઓ ગણેશ વિસર્જનને પણ ખુબજ ઉત્સાહ થી ઉજવતા હોય છે, ત્યારે સુરતમાં ઉજવાતા ગણેશ ઉત્સાવમાં દર વર્ષે 60 હઝાર જેટલી પ્રતિમા વિસર્જન થાય છે જેના કારણે તાપી નદીમાં પ્રદુષણ થાય છે.અને વિસર્જન બાદ તાપી ની દૂર દશા જોવા મળે છૅ અને બીજી બાજુ બીજા દિવસે તાપી કિનારે ગણેશજી ની પ્રતિમાઓ પણ દુઃખદ અવસ્થામાં જોવા મળે છે.જેને જોઈને સૌ કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય છે

Share This Article