ગુજરાત-રાજસ્થાન સરહદે ઘુસણખોરને ઠાર કરાયો

admin
1 Min Read

બાડમેર જિલ્લાના બાખાસાર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકેડી પાસેથી મોડી રાત્રે બીએસએફ જવાનોએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મોડી રાતે 1 વાગ્યે પાકિસ્તાનનો એક યુવક ભારતની સીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

(File Pic)

જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આપને જણાવી દઇએ કે, યુવક બેરીકેડ પાસે આવ્યો ત્યારે બીએસએફએ તેને ચેતવણી આપી પણ તે માન્યો નહીં બીએસએફની ચેતવણીને સતત અવગણતો રહ્યો. અંતે તે બીએસએફ જવાનો દ્વારા સતત આપવામાં આવતી ચેતવણીને નજર અંદાજ કરીને બેરીકેડ પાર કરવાનો પ્રયાસ કરતા બીએસએફ દ્વારા આ ઘુસણખોર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેના કારણે તે ઘવાયો યુવકનું બેરીકેડ નજીક મોત નીપજ્યું હતું.

(File Pic)

મહત્વનું છે કે, આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

Share This Article