આણંદ : ઉમરેઠમાં મકાનની દિવાલ ધરાશાયી

admin
1 Min Read

સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે ઉમરેઠ માર્કેટયાર્ડ પાછળ આવેલી ગરીબોની વસાહત ઉપર વર્ષોથી બંધ પડી રહેલી મિલની દીવાલ ધરાશાયી થતા તળપદા પરિવારના પાંચેક મકાનોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. આ ઘટનામાં એક આધેડ દટાયો હતો. પરંતુ આજુબાજુના રહીશોએ તેને તત્કાલ બહાર કાઢી ગંભીર હાલતમાં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની જાણકારી પ્રાપ્ત થઇ છે. ઉમરેઠ માર્કેટયાર્ડ પાછળ વ્યાસના કૂવા તરીકે ઓળખાતા વિસ્તારમાં બસોથી અઢીસો જેટલા તળપદા પરિવારો વસવાટ કરે છે. શહેરમાં સોમવારે વરસેલા મૂશળધાર વરસાદ બાદ રાત્રિના માર્કેટયાર્ડ પાછળ છેલ્લા ઘણા વર્ષોથી માલવણવાળાની બંધ પડેલી દાળની મિલની તોતિંગ દીવાલ ધરાશાયી થતા છૂટક મજૂરી કરી પેટિયું રળતા ગરીબ પરિવારના પાંચ મકાનોને પારાવાર નુકસાન પહોંચ્યુ. તેમજ પોતાના ઘરમાં સૂતેલા ગોવિંદભાઇ મગનભાઈ તળપદા કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેઓને આજુબાજુના રહીશોએ બહાર કાઢી લીધા હતા. પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ જણાતાં ઇમરજન્સી સેવા દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યા તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં એક બાઇક, બે સાયકલ, બે કૂતરા દટાઈ ગયા હતા.

Share This Article