અર્પિતા ખાન અને આયુષ શર્માની યોજાઇ એનિવર્સરી પાર્ટી

admin
1 Min Read

બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્નના પાંચ વર્ષ પૂરા થયા છે.

આ ખાસ દિવસ પર એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન પૂરા પરિવાર સાથે પહોંચ્યો હતો.

આ સિવાય બોલિવુડના બીજા સ્ટાર્સ પર મહેમાન બનીને આવ્યા હતા. ખાસ દિવસ પર સલમાન પોતાની બહેનને આશીર્વાદ આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે બ્લૂ ડેનિમ જીન્સ અને બ્લેક ટી શર્ટ પહેરી હતી. આ સ્ટાઈલમાં તે કૂલ લાગી રહ્યો હતો.

અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ અને ઈટાલિયન મોડલ જોર્જિયા એંડ્રિયાની સાથે પહોંચ્યો હતો. જ્યાં બંને મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા.અમૃતા અરોરા ,ડેઝી શાહ,સોનાક્ષી,શિલ્પા શેટ્ટી તેના પતિ સાથે જોવા મળી

તેની સાથે કેટરિના કૈફ,જેનેલિયા અને રિતેશ દેશમુખ,આદિત્ય ઠાકરે,સંજય કપૂર અને લૂલિયા,દિવ્યા કુમાર ખોસલા,નિખિલ દ્ધિવેદી જેવા સિતારા હાજર રહ્યા હતા………

 

Share This Article