બગસરામાં વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન

admin
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવી હળીયાદ 66 કેવી સબ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા સર્જાયતા હોય તેવું જાણવા મળ્યું છે. જેથી વીજ અધિકારીઓને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતાં આસપાસના ગામના સરપંચો સહિત ખેડૂતોએ પણ 66 કેવી નવી હળિયાદ દોડી ગયા અને ગામની બહેનો સહિત લોકો મોટી સંખ્યામાં ૬૬ કેવીના મેદાનમાં ધરણા પર બેસી જતા બગસરા નાયબ ઇજનેર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે અંગે વધુ જાણવા મળ્યા મુજબ 66 કેવી નવી હળીયાદ નીચે આવતા તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામ યોજનામા સમાવેશ થયેલ છે. ત્યારે હાલ ઘણા કેટલાક સમયથી વીજપુરવઠો અવાર નવાર ખોવાઈ જતો હોય છે. જેથી ગામના લોકો બગસરા p.g.v.c.l નાયબ ઇજનેર સમક્ષ લેખીત અને મૌખીક અનેકવાર રજુઆત કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહીના થતાં અંતે ગામ લોકોની ધીરજ ખૂટતા ગામ લોકોએ 66 કેવી સબ સ્ટેશનએ દોડી જઇને ૬૬ કેવીના મેદાનમાં આંદોલન શરૂ કરી દીધું હતું. જેમાં નવી હળીયાદ જુની હળિયાદ ડેરી પીપરીયા ગામ લોકો તેમજ સરપંચો પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ હોવાનું બાબુભાઈ દુધાતે વધુ જણાવ્યું હતું

Share This Article