ગુજરાતમાં કોરોનાના વધુ 915 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો કયા જિલ્લામાં નોંધાયા કેટલા કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ 915 પોઝિટિવ કેસ નોંધાયા છે. 13 જુલાઈ સાંજથી 14 જુલાઈ સાંજ સુધીમાં વધુ 915 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 43723 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 14 દર્દીના કોરોનાથી મોત થયા છે.


(File Pic)

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2071 થયો છે. જ્યારે 24 કલાકમાં 749 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 30555 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિ.માંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 291 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 167, વડોદરામાં 76 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 45, ભરુચમાં 28, રાજકોટમાં 24, ગાંધીનગરમાં 26 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેસાણામાં 21, અરવલ્લીમાં 15, બનાસકાંઠામાં 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 11097 એક્ટિવ કેસ છે. જેમાં 71 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11026 સ્ટેબલ છે.

Share This Article