વધુ એક ભાજપ શાસિત રાજ્યએ લવ જેહાદને ડામવા કાયદાને આપી મંજૂરી

admin
1 Min Read

મધ્યપ્રદેશમાં પણ હવે લવ જેહાદ વિરુદ્ધ બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેબિનેટે ધાર્મિક સ્વતંત્રતા વિધેયક 2020ને પાસ કર્યુ છે. શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ ડ્રાફ્ટ પર મોહર લગાવી છે.  

હવે આ બિલને વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. વિધનસભામાંથી પાસ થયા બાદ ‘ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020’ કાયદો બની જશે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે ‘ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020’ ડ્રાફ્યમાં કુલ 19 જોગવાઇ છે.

તેમના અનુસાર મધ્ય પ્રદેશમાં બનવા જઇ રહેલા જવ જેહાદનો કાયદો બીજા રાજ્યોમાં બનેલા કાયદાઓ કરતાં વધુ કડક હશે. તેમાં દોષીને 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે એક લાખ સુધીના દંડની પણ જોગવાઈ રાખવામાં આવી છે.

નવા કાયદા અંતર્ગત નોંધાયલે કેસ બિનજામીન પાત્ર હશે. આ કાયદાના અસ્તિત્વમાં આવતા જ ‘મધ્યપ્રદેશ ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ 1968’ રદ્દ થઈ જશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ વિરૂદ્દહ કાયદાને અધ્યાદેશ દ્વારા અમલમાં લાવી ચૂકી છે.

Share This Article