ગુજરાતમાં માસ્કના નિયમને લઈ રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બંન્ને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

(File Pic)

આ ઉપરાંત શોપિંગ મોલ કે શોરૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ ગુજરાત સરકારે માસ્ક વિના ફરતા લોકો પાસેથી એક હજાર રુપિયા દંડ વસૂલવાની જાહેરાત બાદ હવે નવો નિયમ જાહેર કર્યો છે.

(File Pic)

જે અનુસાર હવે જો કોઈ વ્યક્તિ રીક્ષા, વાન કે અન્ય મુસાફરી વાહનમાં માસ્ક વિના પકડાશે તો તે વ્યક્તિની સાથે સાથે વાહન ચાલકને પણ દંડ ફટકારવામાં આવશે. આજ રીતે જો કોઈ વ્યક્તિ દુકાન, મોલમાં પણ માસ્ક વિના પકડાશે તો તે વ્યક્તિની સાથે સાથે દુકાનના માલિક, શો રુમમાં કે મોલના મેનેજર પાસેથી પણ નિયત કરેલ દંડ વસૂલવામાં આવશે.

Share This Article