નવાબ સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનનું બીજું ટ્રેલર રીલીઝ થયું છે. આ ટ્રેલરમાં સોનાક્ષી સિંહા અને દીપક ડોબરિયાલ પણ જોવા મળી રહ્યા છે. ઇરફાન ખાનની ફિલ્મ હિન્દી માધ્યમમાં જોવા મળેલા દીપકનું પાત્ર આ ફિલ્મમાં સૌનો હોશ ઉડાવી દેશે. ફિલ્મ લાલ કપ્તાનનું બીજુ ટ્રેલર ઘણી બધી બાબતો માટે ખુલાસો કરી રહ્યુ છે. આ ફિલ્મ બદલાની વાર્તા હશે અને તે ખજાનાની શોધની આસપાસ ફરશે. ફિલ્મમાં દીપક ડોબરિયાલનું પાત્ર સૌથી અલગ છે. દીપકની જેમ તેના શિકાર કરનારા કૂતરા સુખીરામ અને દુખીરામ પણ ખૂબ જોખમી છે. તેને ફિલ્મમાં લાઇટ કોમેડીની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ ફિલ્મમાં સૈફ નાગા સાધુના રોલમાં જોવા મળશે. જટાધારી સૈફની વધેલી દાઢી, તેના કપડા અને ઈન્ટિમેટ લુક તેના પાત્રને જીવંત બનાવે છે. આ ફિલ્મમાં ઝોયા હુસેન, સિમોન સિંહ અને માનવ વિજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નવદીપસિંહે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આનંદ એલ રાય અને ઇરોસ ઇન્ટરનેશનલ ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો લાલ કપ્તાન ફિલ્મ બાદ તે ‘જવાની જાનેમન’, ‘દિલ બેચારા’ અને ‘તાનાજી – ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં જોવા મળશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -