સુરતમાં ચોક બજાર પાસે આવેલા ઐતિહાસિક કિલ્લાનું બીજા ફેશનું રિનોવેશનનું કામ પૂર્ણ થવામાં હજુ એક વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે. ચાલુ વર્ષે ભારે વધારે વરસાદના કારણે કામગીરી અટકાવી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પોર્ટુગીઝ ચાંચિયાઓથી શહેરનું રક્ષણ કરવા માટે તત્કાલિન ગવર્નર ખુદાવંદ ખાને કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું. છેલ્લા 450 વર્ષથી આ કિલ્લો આજે પણ અડીખમ છે. જ્યારે હાલમાં જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા કિલ્લાના ભાગમાં મલ્ટી મિડીયા સાઉન્ડ સિસ્ટમ લગાડવાની તૈયારી ચાલી રહી છે. આગામી દિવસમાં આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં બહુ ઓછી જગ્યા પર આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. લેઝર અને સાઉન્ડથી સુરતના ઇતિહાસને બતાવવામાં આવશે. એટલું જ નહીં સુરતમાં વર્તમાન અને ભવિષ્યમાં થનારી યોજના અને વ્યવસ્થા અંગે પણ જાણકારી આપવામાં આવશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -