ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાની BSFના ડીજી તરીકે નિમણૂંક

admin
1 Min Read

ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાની BSFના DG તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી અસ્થાના ડીજી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વધારાના હવાલા સાથે બીસીએએસના ડીજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

CBIના પૂર્વ ડાયરેક્ટર આલોક કુમાર સાથેના ઘર્ષણના કારણે અસ્થાના વિવાદમાં રહ્યા હતા. સીબીઆઈ વિરુદ્ધ લાંચ કાંડના કેસમાં કેન્દ્રિય તપાસ એજન્સીના પૂર્વ સ્પેશ્યિલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને ડીએસ દેવેન્દ્ર કુમારને કોર્ટે ક્લિનચીટ આપી હતી. ત્યારે હવે 1984ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાની કેન્દ્ર સરકારે બીએસએફના ડીજી તરીકે નિમણૂંક કરી છે. બીએસએફના ડીજી તરીકે અસ્થાના વર્ષ 2021 સુધી પદ પર રહેશે. આપને જણાવી દઈએ કે રાકેશ અસ્થાના ગુજરાતની 1984ની IPS બેચના બાહોશ અધિકારી છે. રાકેશ અસ્થાના એક હાઇપ્રોફાઇલ અધિકારી છે. અસ્થાનાએ ઘણા મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ એવા અનેક કેસોની તપાસ કરી છે. મહત્વનું છે કે, IPS અધિકારી તરીકે તેમણે લાલુ પ્રસાદ યાદવની ધરપકડ અને ગોધરા કાંડ જેવા કેસોમાં પણ મહત્વની કામગીરી કરી છે.

Share This Article