વાય.એમ.સી.યુ.કે ચેરીટેબલની સરાહનીય કામગીરી

admin
1 Min Read

સુરતમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે વાય.એમ.સી.યુ.કે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈયદોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી રમજાન ઈદ અને ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે સૈયદ પરિવારોને લીલ્લાહ અનાજ અને રોકડની સહાય કરવામાં આવે છે. મળતી વધુ માહિતી અનુસાર નાનપુરા ટીમલ્યાવાડ પાસે શલીભદ્ર કોમ્પલેક્ષમાં આવેલી વાય.એમ.સી.યુ.કે.ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા સાથે સૈયદ ગરીબ પરિવારના લોકોના બાળકોને શિક્ષણ અને તબીબી સારવાર માટે હરહમેંશા અગ્રસેર રહ્યો છે. ત્યારે ઈસ્લામ ધર્મના મહાન પેગમ્બર મોહમ્મદ સાહેબના જન્મ દિન એટલે ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે સૈયદ પરિવારોને લીલ્લાહ અનાજ અને રોકડની સહાય કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મુહમ્મદ સાહેબની યાદમાં પુરા વિશ્વમાં ઈદે મિલાદ ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મ્દ સાહેબની ઈદ મિલાદ નિમિતે દર વર્ષે ઇસ્લામિક પંચાંગના બીજા મહિનામાં આ તહેવાર ઉજવવામાં આવે છે.

 

Share This Article