વડોદરામાંથી દારુના જથ્થા સાથે ત્રણની ધરપકડ

admin
1 Min Read

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેવામાં રાજ્ય પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે અને સતત વાહનોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે ખાસ કરીને તહેવારની સીઝનમાં બુટલેગરો દ્વારા દારુની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરાની ડભોઈ પોલીસ દ્વારા થરવાસા ગામ નજીક એક કારમાંથી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.  મળતી માહિતી મુજબ, ડભોઈ પોલીસે તાલુકાના થરવાસા ગામ નજીકથી એક વાન ગાડીને શંકાના આધારે રોકી હતી અને તલાશી લીધી હતી. જે દરમિયાન પોલીસને ગાડીમાંથી રુપિયા 15120ની કિંમતનો દારુનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ બે ઈસમોને દારુના જથ્થા સહિત કુલ 58620 રુપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત વડોદરા લોકલ ક્રાઈમબ્રાંચે વેગા નજીકથી એક ટ્રવેરા ગાડીમાંથી 42900ની કિંમતના દારુના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

 

Share This Article