એશિયન ગેમ્સ 2023ના 7મા દિવસે બીજો ગોલ્ડ મેડલ ભારતીય પુરૂષ સ્ક્વોશ ટીમે જીત્યો છે. આ ભારતનો એકંદરે 10મો ગોલ્ડ છે. શનિવારે રોહન બોપન્ના અને રૂતુજા ભોંસલેની જોડીએ ટેનિસમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટેનિસ મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં આ ભારતીય જોડીએ ચાઈનીઝ તાઈપેઈની જોડીને 2-1થી હરાવી હતી. અગાઉ સરબજોત સિંહ અને દિવ્યા થડીગોલની જોડી 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા ચૂકી હતી, પરંતુ આ જોડીએ શૂટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર અને જેસવિન એલ્ડ્રિને મેન્સ લોંગ જમ્પની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય અજય કુમાર અને જિનસન જોન્સને પણ પુરુષોની 1500 મીટર રેસમાં ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભારતીય મહિલા બોક્સર પ્રીતિ પંવાર અને લોવલિના બોર્ગોહેને પોતપોતાની કેટેગરીની ક્વાર્ટર-ફાઇનલ મેચો જીતીને માત્ર મેડલ જ નહીં મેળવ્યો પણ પેરિસ ઓલિમ્પિક માટેનો ક્વોટા પણ સુરક્ષિત કર્યો.
કુલ મેડલ: 35 ગોલ્ડઃ 10, સિલ્વરઃ 13, બ્રોન્ઝઃ 13
સિલ્વર- સરબજોત સિંહ અને દિવ્યા થડીગોલ (10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટ)
ગોલ્ડ- રોહન બોપન્ના અને રૂતુજા ભોસલે (ટેનિસ મિક્સ ડબલ્સ)