ઉદ્ધવ સરકારના કહેવા પર રાજ્યપાલને સરકારી વિમાનમાંથી ઉતારી દેવાયા

admin
1 Min Read

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી વચ્ચે ફરી વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને દેહરાદૂન જવા માટે સરકારી વિમાનના ઉપયોગની મંજરી ના આપી. જે બાદ તેમને કોમર્શિયલ ફ્લાઇટ બુક કરીને જવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહાવિકાસ આઘાડી સરકારના સંબંધ વણસ્યા છે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે મહારાષ્ટ્ર સરકારે ગવર્નરને સરકારી વિમાનના ઉપયોગ કરવાની મંજૂરી ન આપી.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને રાજ્ય સરકારના પ્લેન દ્વારા દેહરાદૂન જવાનું હતું. પરંતુ તેઓ મુંબઇ એરપોર્ટ પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે, તેમને પ્લેન દ્વારા દેહરાદૂન માટે ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી નથી. જે બાદ તેમણે કોમર્શિયલ ફ્લાઇટ બુક કરી અને પછી દેહરાદૂન માટે રવાના થયા હતા. મહત્વનું છે કે, આ પહેલાં પણ ગવર્નર અને રાજ્ય સરકાર વચ્ચે ટકરાવની ઘટના સામે આવી ચૂકી છે. હતો. અનલોક ફેઝ દરમિયાન રાજ્યમાં મંદિર ખોલવાને લઇને રાજ્યપાલ કોટાથી ૧૨ લોકોને એમએલસી નિયુક્ત કરવાના નિર્ણય સુધી સરકાર અને રાજ્યપાલ વચ્ચે મડાગાંઠ જોવા મળી હતી.

Share This Article