કોંગ્રેસ શાસિત રાજ્યમાં અકાળી દળના નેતા પર હુમલો અને અંધાધૂંધ ફાયરીંગ…

admin
1 Min Read

પંજાબના જલાલાબાદમાં નગર કાઉન્સિલના ચૂંટણી પહેલા તણાવપૂર્ણ માહૌલ તૈયાર થઈ ગયો છે. અહીં અકાલી દળના ઉમેદવારની નોંધણી કરવવા પહોંચેલા નેતા સુખબીર બાદલ પર હુમલો થયો હોવાની વિગત સામે આવી છે. અકાલી દળના ઉમેદવારનું નામાંકન કરવા પહોંચેલા નેતા સુખબીર બાદલની કાર પર હુમલો થયો છે.

આ દરમિયાન તેમની કારને નુકસાન પહોંચ્યું છે. સાથોસાથ ઉપદ્રવીઓ તરફથી અકાલી દળના કાર્યકર્તાઓ પર ફાયરિંગ કર્યું હોવાના પણ અહેવાલ છે. આ હુમલા પછીથી અકાલી દળ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.

આ ઘટના બાદ અકાલી દળે કોંગ્રેસ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પંજાબના સીએમે તાત્કાલિક બેઠક બોલાવી કાર્યવાહીના આદેશો આપ્યા છે. મહત્વનું છે કે, જલાલાબાદમાં નગર કાઉન્સિલ ચૂંટણીમાં અકાલી દળના ઉમેદવારની નામાંકન પ્રક્રિયા થવાની હતી. આ સંબંધમાં પાર્ટી પ્રમુખ સુખબીર બાદલ પણ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર હુમલો થયો હતો. અકાલી દળે કૉંગ્રેસ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે.

https://twitter.com/Theindi47072747/status/1356591705538113537?s=20

Share This Article