કોરોના દર્દીઓના મોત મામલે શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર

admin
1 Min Read

રાજ્યભરમાં કોરોના મહામારી અને સંક્રમિતોના કેસમાં વધારો થતાં સરકારની ઊંઘ હરામ થઈ છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે.

એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનાને લઈને પણ તંત્રને આડેહાથ લીધુ હતું. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકારનો વહિવટીતંત્ર પર કોઇ કાબુ નથી. હું તરત ટેસ્ટ થાય એવી કીટ સિલિવ અને અમદાવાદ પોલીસને આપીશ. જેમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ફરિયાદ મળી હતી.

હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટિંગ જ નથી થતા. તેમજ ગુજરાત સરકારનું તંત્ર રેઢિયાર છે..બીજીબાજુ શંકરસિંહ વાઘેલાએ સરકારને અપીલ કરતા કહ્યુ કે, લોકોના ટેસ્ટ કરાવે જેના કારણે લોકો માનસિક રીતે ફ્રી રહે અને તેમને સારવાર કરાવવાની ખબર પડે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર કોરોના મૃત્યુના આંકડા છૂપાવી રહી છે. કોરોના ફેલાવવામાં ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેમણે ગુજરાત સરકાર રીમોર્ટ કંટ્રોલથી ચાલતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યુ કે રિમોર્ટથી ચાલતી સરકાર પ્રજાનું ભલૂ ન કરી શકે.

આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પર આરોપ લગાવતા કહ્યું કે, કોરોનાથી દર્દીઓના મૃત્યુ માટે આરોગ્ય સચિવ જવાબદાર ગણાય. આરોગ્ય સચિવ પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. ટેસ્ટ વિના અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે.

Share This Article