દિલ્હીમાં ટ્રાફિક પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ, ઘટના સીસીટીવીમાં થઈ કેદ

admin
1 Min Read

દિલ્હીમાં અસામાજિક તત્વો તેમજ કાયદાઓનો ભંગ કરનારા લોકોને જાણે પોલીસને કોઈ ખૌફ રહ્યો નથી. આવી જ એક ઘટના દિલ્હીના ધૌલાકુવા વિસ્તારના તિલકનગરમાં સામે આવી. જ્યારે કાર ચલાવી રહેલા યુવક દ્વારા ટ્રાફિક પોલીસને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ધૌલાકુવા વિસ્તારમાં ફેન્સી નંબર પ્લેટની આઈ 20 કારને આવતા જોઈ ટ્રાફિકકર્મીએ તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે કાર ચાલક યુવકે કાર રોકવાની જગ્યાએ કાર હંકારી દીધી હતી. આ દરમિયાન ટ્રાફિકકર્મી પોતાને બચાવવા માટે જંપ લગાવીને કારના બોનેટ પર ચઢી ગયો હતો

જોકે તેમ છતાં કાર ચાલકે કોર રોકવાના બદલે ફૂલ સ્પીડમાં કાર હંકારી દીધી હતી. જોકે ટ્રાફિક પોલીસ પણ ટસનો મસ ન થયો અને કારના બોનેટ પર 400 મીટર સુધી લટકતો રહ્યો. જોકે કાર ડ્રાઈવરે કારની સ્પીડ વધારતા ટ્રાફિકકર્મી રસ્તા પર પટકાયો અને કારના ચાલકે તેના પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો. આ બનાવમાં ટ્રાફિક પોલીસને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિક પોલીસે કારના ચાલકને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article