ક્વાથા માટે માર્શલ આર્ટસની ટ્રેનીંગ લઈ રહ્યો છે, આયુષ શર્મા …..આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે

admin
1 Min Read

ફિલ્મ ‘લવયાત્રી’માં ઇમ્પ્રેસિવ ડેબ્યૂ કરનાર આયુષ શર્મા હવે તેની આવનારી ફિલ્મ ક્વાથામાં જોવા મળશે. તેની સાથે ઇસાબેલ કૈફ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.આ ફિલ્મ ઇન્ડિયન આર્મી સાથે બનેલા ઘટનાક્રમ પર આધારિત છે આ ફિલ્મમાં આયુષ એક આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. આર્મી ઓફિસર તરીકેના રોલની પ્રિપરેશન કરવા માટે આયુષ ખૂબ જ મહેનત કરી રહ્યો છે.તેણે તેના ફીઝિક અને લૂક પર પણ ખૂબ જ મહેનત કરી છે.તે મિક્સ્ડ માર્શલ આર્ટસની ટ્રેનીંગ લઈ રહ્યો છે.આ ફિલ્મમાં સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અત્યારે આ ફિલ્મના એક્ટર્સ રીડિંગ સેશન્સ અને ઇન્ટેન્સિવ વર્કશોપ્સમાં વ્યસ્ત છે.આ ફિલ્મ નોર્થ ઇસ્ટમાં શૂટ થશે. ક્વાથા ભારત અને મ્યાનમારની બોર્ડર પર આવેલું એક ગામ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.

 

 

Share This Article