હાથી પર યોગ કરવું બાબા રામદેવને પડ્યું ભારે, વિડિયો થયો વાયરલ

admin
1 Min Read

હાથી પર બેસીને યોગનો અભ્યાસ કરાવવો યોગ ગુરુ બાબા રામદેવેને ભારે પડ્યો છે. તે હાથી પર બેસીને યોગ કરાવતા સમયે અચાનક નીચે પડી ગયા હતા. બાબા રામદેવનો હાથી પરથી નીચે પડી રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ 22 સેકન્ડનો આ વીડિયો મથુરાના કોઈ આશ્રમનો હોવાનું જાણા મળ્યુ છે.

જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ મથુરાના કોઈ આશ્રમમાં એક હાથીની પીઠ પર બેસીને યોગાસન શીખવાડતા હતા.

શરૂઆતમાં તો બધું યોગ્ય લાગે છે પણ અચાનક બાબા રામદેવનું બેલેન્સ બગડી જાય છે અને તે હાથી પરથી નીચે પડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં તેમને વધારે ઇજા પહોંચી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવા બાબા રામદેવ નીચે પડે છે કે તરત જ તેઓ સ્ફૂર્તિ સાથે ઉભા થઈ જાય છે.

Share This Article