બનાસકાંઠા : અંબાજીમાં રૂ.35 લાખના ખર્ચે અદ્યતન ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે,ઓક્સિજન પ્લાન્ટની કામગીરી આરંભાઈ

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લાના આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીની કોવીડ હેલ્થ સેન્ટરમાં રૂપિયા 35 લાખના ખર્ચે કાયમી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાઈ રહ્યો છે. જેની તૈયારીઓ આરંભાઈ દેવાઈ છે. હાલમાં અંબાજી કોવિડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા છે.જેમા 30 ઓક્સિજન વાળા અને 20 સાદા બેડ છે જે રીતે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઈ હજારો લીટર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે

અને તે રીતે અંબાજીની કોવીડ હોસ્પિટલમાં વધુ 120 ઓક્સિજનવાળા બેડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જે ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાંની સાથે 120 બેડ ઓક્સિજનવાળા પણ કાર્યરત થઈ જશે. અંબાજી મંદિરના વહીવટદાર કમ ના. કલેક્ટર એસ.જે.ચાવડાના જણાવ્યા મુજબ અંબાજીની કોવિડ હોસ્પિટલમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટ તેમજ ભારત સરકારની સહાયથી પણ વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાશે. આમ અંબાજીની કોવીડ હેલ્થ સેન્ટરમાં એક નહીં પણ હજારો લીટરના બે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત થશે તેમ જણાવ્યું છે..

Share This Article