બનાસકાંઠા : હિંમતનગરમાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

admin
1 Min Read

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના આંકડામાં રાહત જોવા મળી રહી છે ત્યારે 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ થરૂ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. તો બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.

તેવામાં હિંમતનગર માં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ હતી. જેમાં સંગઠન અને મિશન 2022 માટે આ બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં હિંમતનગર ના હડીયોલ,પુનાસણ,ગઢોડા, બેરણા, ગુદીયા અને હિમતનગરના યુવાનો આપમાં જોડાયા હતા. હિંમતનગરમાં યોજાયેલી આ બેઠકમાં આમ આદમી પાર્ટીમાં છ ગામના 11 આગેવાનો જોડાયા છે.

Share This Article